Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બીજા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધીમાં ૩૫ ટકા મતદાન : સાબરકાંઠામાં સૌથી વધુ ૩૯.૭૩ ટકા મતદાન 

ઉતર અને મધ્ય ગુજરાતની ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ઉત્સાહભેર મતદાન 

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાનું મતદાન શરૂ છે. 1 વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયુ છે. 1 વાગ્યા સુધી સાબરકાંઠામાં સૌથી વધુ 39. 73 ટકા મતદાન થયુ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યુ છે.

ક્યા કેટલુ મતદાન (11 વાગ્યા સુધી)

જિલ્લાનું નામ મતદાનની ટકાવારી
અમદાવાદ 30. 82 %
આણંદ 37.06 %
અરવલ્લી 37.12 %
બનાસકાંઠા 37.48 %
છોટા ઉદેપુર 38.18 %
દાહોદ 34.46 %
ગાંધીનગર 36.49 %
ખેડા 36.03 %
મહેસાણા 35.35 %
મહેિસાગર 29.72 %
પંચમહાલ 37.09 %
પાટણ 34.74 %
સાબરકાંઠા 39.73 %
વડોદરા 34.07 %

  શરૂઆતના ત્રણ કલાકમાં સરેરાશ 16 ટકાથી વધુ મતદાન થયુ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પ્રથમ 3 કલાકમાં 20 ટકા કરતા વધુ મતદાન થયુ છે જ્યારે ગાંધીનગરમાં 19 ટકા મતદાન થયુ છે.

વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજમાં મતદાન કર્યુ હતુ

(1:49 pm IST)