Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાતનાં મતદારો સાંભળે બધાનું પણ જે સત્ય છે તેને જ સ્વીકારે છે: મતદાન બાદ પીએમ મોદીનું સૂચક નિવેદન 

પીએમ મોદીએ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યું : લોકતંત્રના ઉત્સવ માટે લોકોને અભિનંદન આપ્યા 

અમદાવાદ:પહેલી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જે બાદ 5 ડિસેમ્બર એટલે કે આજરોજ બીજા તબક્કાનું મતદાન યોજાયું છે. આજરોજ હજારો લોકો લોકશાહીના પર્વની ઉજવણી કરી પોતાનો કિમતી મત આપશે. ત્યારે આજરોજ યોજાયેલ લોકશાહીના પર્વ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી સભાઓ ગજવી રહ્યા હતા. તેમજ મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા હતા. જે દિવસ માટે તમામ ઉમેદવારો સહિત વડાપ્રધાન મહેનત કરી રહ્યા હતા. આજે તે દિવસ હોવાથી દેશના વડાપ્રધાને ગઈકાલે માતાના આશીર્વાદ લીધા બાદ વહેલી સવારે અમદાવાદના રાણીપમાં આવેલી શાળામાં મત આપી પોતાની ફરજ નિભાવી હતી. મતદાન બાદ તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું અને લોકતંત્રના ઉત્સવ માટે લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

(1:07 pm IST)