Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ખંદિવાવના લોકોને સમજાવટ સફળ: પાદરા સહિત અનેક સ્થળે EVM ક્ષતિ: માસીબાએ કર્યો મતદાન માટે અનુરોધ

લોકશાહીના મહાપર્વના સખી બહેનોએ ડ્રેસ કોડ સાથે મતદાન કર્યું : ઉચ્ચ અધિકારીઓ થી માંડીને અદના આદમીનો મતદાન માટે ઉત્સાહ : ક્યાક મતદાન મથકોએ ઢોલ વગાડી મતદારોનું સ્વાગત : વાંચો મતદાનની ખટ્ટી મીઠી વાતો

અમદાવાદ: ખેડા જિલ્લાના ખાંડીવાવ ગામના ગ્રામજનોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વહીવટી તંત્રની અપીલ અને અનુરોધને માન આપીને ખાંડીવાવના ગ્રામજનો મતદાનમાં ઉત્સાહભેર ભાગ  લઈ રહ્યા છે.

વડોદરાના પાદરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલના મતદાન મથકમાં ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ મળ્યા હતા, તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ઇવીએમ ચાલુ છે. વેબકાસ્ટિંગના માધ્યમથી ક્રોસ વેરીફીકેશન પણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ડભોઇ-સિનોર ચોકડી ખાતે પણ ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ હતા, ત્યાં પણ હવે ઇવીએમ ચાલુ છે અને કોઈ જ ફરિયાદ નથી.

બનાસકાંઠા જિલ્લામાં મીઠા વિરાણા ગામમાં ઇવીએમ મશીનનો ઇસ્યુ હતો, ત્યાં પણ ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લઈને હવે ઇવીએમ ચાલુ છે અને મતદાનની પ્રક્રિયા સરસ રીતે ચાલી રહી છે.

304-શિકા અને 31-મોડાસા મતવિસ્તારમાં ઇવીએમમાં ટેકનિકલ પ્રોબ્લેમ થયો હતો, જે 10 મિનિટમાં ઉકેલી નાખવામાં આવ્યો છે.  હવે ત્યાં કોઈ ફરિયાદ નથી.

મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતાં લોકપાલ સભ્ય આઈ.પી. ગૌતમ મતદાન પ્રત્યેની જાગરૂકતા એ જ આદર્શ લોકશાહીના પાયામાં રહેલી છે. ત્યારે ગુજરાતના પૂર્વ અગ્રસચિવ અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી એવા લોકપાલના નોન-જ્યુડિશિયલ સભ્ય  ડૉ. આઈ.પી. ગૌતમે આજે ગાંધીનગરના સેક્ટર-૮ ખાતેના મતદાન મથક પર તેમના પરિવાર સહિત મતદાન કરી, નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થવા અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભા 20122 ની ચૂંટણીનો આજે જ્યારે બીજા તબક્કાનો મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ વખતે નવીન પહેલ કરવામાં આવી છે, તેમાં અમુક મતદાન મથકો પર સખી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે આ મતદાન મથકનું સમગ્ર સંચાલન માત્ર બહેના એટલે કે સખી બહેનો દ્વારા આ બુથ ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે તેમને એક ડ્રેસ કોડ પણ આપવામાં આવ્યો છે. તમામ જે સખી બહેનો છે તે પિંક કલરની સાડી પહેરીને આ ડ્રેસ કોડમાં તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના ૨૦૦ ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું.અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટ થી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મૂકી મતદાન કરવા  અનુરોધ કર્યો છે.

ખેડા જિલ્લામાં દિવ્યાંગો દ્વારા સંપૂર્ણપણે સંચાલિત ૬ મતદાન મથકો પૈકી ૧૧૬–નડિયાદ ખાતે જીવન વિકાસ એજ્યુકેશન એકેડમીમાં સવાર થી જ મતદાતાઓની વિશેષ સંખ્યા હતી

વડોદરામાં અર્બન એપથીને તોડવા શહેરીજનોએ  અદ્દભૂત ઉત્સાહ  હતો

વડોદરા શહેરની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર સવારે મતદાન કરવા માટે નગરજનોની ભારે ભીડ જોવા મળી હતી

શહેરના ૫૫ જેટલા મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો તંત્રની નવતર પહેલ થઈ હતી 

 

તંત્ર દ્વારા એબસન્ટી વોટર્સ માટે વાહન અને વ્હિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

(12:43 pm IST)