Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

હિરાબાએ ગાંધીનગર ખાતેથી કર્યુ મતદાન

૧૦૦ વર્ષની ઉંમરે વ્‍હીલચેર પર મતદાનની પવિત્ર ફરજ નિભાવી

ગાંધીનગર તા. ૫ : ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પર્વે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના માતા હિરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં લોકશાહી પર્વનો ઉત્‍સાહ બતાવ્‍યો હતો. હિરાબાએ ગાંધીનગરના રાયસણથી મત આપીને પોતાનું યોગદાન આપ્‍યું હતું. હીરાબાની ઉંમર આશરે ૧૦૦ વર્ષની છે.તો સવારે પીએમ મોદીએ પણ રાણીપમાં મતદાન કરીને લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.ᅠ

હીરાબા વ્‍હીલચેર પર મતદાન મથકે પહોંચ્‍યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હીરાબા ઉંમરને કારણે હાથ પણ ઊંચો કરી શકતા નથી, તેથી આ સમય દરમિયાન તેમના પુત્ર પંકજે તેમને અંગૂઠો લગાવવામાં મદદ કરી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. નેતાઓથી માંડીને સામાન્‍ય જનતા ઉત્‍સાહ સાથે મતદાન કરવા પહોંચી રહી છે, ત્‍યારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે.

(4:20 pm IST)