Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે સમય સૌનો દૈનિકના નિવાસી તંત્રી ધીરેનભાઈ શુક્લની નિમણુંક

પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ધિરેનભાઇ શુક્લ પત્રકારત્વ ઉપરાંત વિવિધ સંગઠનો સાથે જોડાયેલા છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ધિરેનભાઇ એમ શુક્લની રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ભોસલે દ્વારા પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. સમય સૌનો દૈનિકના નિવાસી તંત્રી ધીરેનભાઈ શુક્લનીને દેશના બે મહત્વના રાજ્યના પ્રભારી બનાવવામાં આવતા પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી ગુજરાત પ્રદેશના સભ્યોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક ધીરેનભાઈ શુક્લ સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપ પ્રમુખ અને ઝાલાવાડ પ્રેસ કલબના પ્રમુખ છે. નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશની જવાબદારી નિભાવે છે અને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી તરીકે પણ જવાબદારી નિભાવે છે તેમ પ્રાંત ગ્રાહક સંરક્ષણ પરિષદ સમિતી ગુજરાત પ્રદેશની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે

(5:27 pm IST)