Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

સમગ્ર દેશમાં ૧૦ વર્ષમાં જેટલો સિમેન્ટનો વપરાશ થયો ન હતો તેટલો સિમેન્ટ માત્ર ૬ મહિનામાં ગુજરાતમાં વપરાયો છે: બોરીબંધની યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો: શક્તિસિંહ ગોહિલ આકરા મિજાજમાં

કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે સંસદમાં બોલતા મોદી શાસન ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ૭૦ વર્ષમાં દેશમાં ૫,૨૬૫ ડેમ બન્યા છે, તો મોદીજીના શાસન કાળમાં ગુજરાતમાં બોરીબંધની યોજના  આવી જેમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. આરટીઆઇ દ્વારા જાણવા મળે છે કે સમગ્ર દેશમાં ૧૦ વર્ષમાં જેટલો સિમેન્ટનો વપરાશ થયો ન હતો તેટલો  સિમેન્ટ માત્ર ૬ મહિનામાં ગુજરાતમાં વપરાયો છે.

(5:21 pm IST)