Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

નવસારીના ચીખલીમાં ૩૩૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

નવસારી : નવસારી એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાં ૩૩૪ બોટલ દારૂ પકડ્યો હતો. કાર સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી.

 બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન પો.કો-કિરણભાઈ ભગુભાઈ તથા પો.કો-વિપુલભાઇ નાનુભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે ચીખલીના સમરોલી રામનગર સ્વામિનારાયણ મંદિર પાસે પિયુષ દિનેશભાઇ પાંચાલના ઘરની બહાર એક સફેદ કલરની આઈ-૨૦ કાર નં:જીજે-૨૧-સીએ- ૪૯૧૭માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે રેડ પાડતા કારમાંથી વિદેશી દારૂ-ટીન બિયરની નાની-મોટી બોટલ નંગઃ ૩૩૪ જેની કિંમત રૂ.૩૮,૮૦૦,આઈ-૨૦ કારની કિંમત રૂ.૪ લાખ તેમજ એક મોબાઈલ કિં.રૂ-૫૦૦ ગણી કુલ્લે રૂ.૪,૩૯,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી પાસે દારૂના જથ્થાની પાસ પરમીટ માંગતા ન હોવાની કબૂલાત કરતા પોલીસે પિયુષ દિનેશભાઇ પાંચાલ (રહે.રામનગર સોસાયટી સમરોલી તા.ચીખલી)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર દિનકર પટેલ (રહે.કુંભાર ફળીયા ગોપીવાડી તા.જી.નવસારી) તેમજ દારૂનો જથ્થો આપનાર દેવો (રહે.સાદડવેલ) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 pm IST)
  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST