Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

માંગરોળ ગામમાં 2 સમય એસટી બસ શરૂ કરવા ગામના સરપંચે ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં બે સમય એસટી બસ શરૂ કરવા ગ્રામપંચાયત ના સરપંચે ડેપો મૅનેજરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે માંગરોળ ગામની હોસ્પિટલમાં કવાટ છોટાઉદેપુર પાવી જેતપુર નસવાડી સંખેડા ડભોઇના તાલુકાઓના અને મધ્યપ્રદેશના અલીરાજપુર અને મહારાષ્ટ્રના અકકલકુવા તાલુકાના અનેક આદિવાસી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે પરંતુ વાવડીથી માંગરોળ આવતી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી . દર્દીઓએ વાવડીથી છેક માંગરોળ સુધી ચાલતા આવવું પડે છે પરત જવામાં પણ મુશ્કેલી પડે છે. આવી જ હેરાનગતી યાત્રાળુઓ,મજૂરો અને ગામમાં આવતા મહેમાનો ની થાય છે.રાજપીપળાથી ઓછામાં ઓછા બે સમય મોગરોળ બસ આવે તે માટે કાર્યવાહી હાથ ધરવા તેમજ હાલ કોરોનાના કપરા સમયમાં લોકોને અનેક રીતે રાહત પહોંચાડવા ની જરૂર છે.કદાચ બસમાં પૂરતા પેસેન્જર ના થાય તો પણ લોકોની હાડમારી અને તે પણ દર્દીઓની હાલાકી ધ્યાને લઇ બસ સુવિધા ચાલુ કરવી જરૂરી છે . માંગરોળ ગામે આવતા દર્દીઓ મજૂરો અને યાત્રાળુઓ દર્દીઓ તમામ ગરીબ અને સાધન વગરના હોય છે આથી તેમના હિતમાં આ વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરાઈ છે

(10:24 pm IST)