Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજપીપળામાં કોરોના મહામારી સામે રક્ષણ આપતા વનસ્પતિમાંથી બનાવેલા તાજા રસનું વિનામૂલ્યે વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી જય માતાજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી યક્ષદેવ નેચર કેર કલીનીકના ડૉ. દમયંતીબા સિંધા દ્વારા વનસ્પતિ અને જડીબુટ્ટીઓમાંથી અનેક રોગોને લગતા ઓર્ગેનિક / કેમીકલ વગરના તાજા જયુસ બનાવી રોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ રોયલ સનસીટીના મેઇન ગેટની બાજુમાં, વડીયા ગામની સામે,રાજપીપલા ખાતે નિઃશુલ્ક વિતરણ થતા ત્યાં લોકો મોટી સંખ્યામાં લાભ લેવા આવે છે.
આ જ્યુસમાં ઘઉંના જવારાનો,ડાયાબીટીસ જયુસ ઈમ્યુનિટી જયુસ,એલોવેરા + તુલસી + હળદર જયુસ  જેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારીને દૂર કરવામાં મદદરૂપ , ઇન્ફકશનથી લડવામાં મદદરૂપ . - મોટાપો દૂર કરી સ્લીમ બનાવે છે. દાંતોમાં પાયરીયાનો નાશ કરવામાં મદદરૂપ,લિવર સીસ્ટમને સંતુલિત કરવામાં મદદરૂપ, શરીરમાં વિટામીન,મિનરલ , ઇન્જાઇમની વધુ માત્રા પ્રદાન કરી શરીરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં લાલ રકત કણોને બનાવવા સહિત ઘણા રોગોમાં મદદરૂપ થાય છે

(10:23 pm IST)