Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વણઝરમાં લાઈટ જવા બાબતે પાડોશીઓ લડતા ચપ્પુ મારી ઇજા કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના વણઝર ગામના નિશાળ ફળિયામાં રહેતા જગદીશભાઇ બાબુભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના ઘરમાં લાઇટ જતા વાસનો ટુકડો લઇ પોતાની લાઇટના મીટરના વાયરને હલાવતા બાજુમાં રહેતા શૈલેષભાઇ વસાવાના ઘરમા લાઇટ જતી રહેલ જેથી શૈલેષભાઇ કહેવા લાગેલ કે,તમે મારા ઘરની લાઇટ કેમ જવડાવેલ છે તેમ કહી ઝગડો કરતા અક્ષયભાઇ વસાવા આવી ગમે તેમ ગાળો બોલી ઝગડો કરી ફરી.ને લાત મારી પાડી દઇ શૈલેશ ભાઈ ચપ્પુ લઇ આવી ફરી.ને માથામાં મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.રાજપીપળા પોલીસે બને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:20 pm IST)