Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1535 દર્દીઓએ સ્વસ્થ થયા : નવા 1514 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત : મૃત્યુઆંક 4064 થયો : કુલ 1,98,527 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,17,333 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 332 કેસ, સુરતમાં 241 કેસ, વડોદરામાં 178 કેસ, રાજકોટમાં 145 કેસ, મહેસાણામાં 73 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, જામનગરમાં 44 કેસ, સાબરકાંઠામાં 43 કેસ, બનાસકાંઠા અને પાટણમાં 37-37 કેસ, ખેડામાં 31 કેસ, પંચમહાલમાં 28 કેસ, કચ્છમાં 25 કેસ, દાહોદમાં 24 કેસ નોંધાયા : રાજયમાં હાલ 14,742 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1514 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1535 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1514 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1535 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,17,333 થઇ છે જયારે આજે વધુ 1535 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,98,527 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 15 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4064 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,35 થયો છે

  રાજ્યમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે, જેમાંથી 90 વેન્ટિલેટર પર જ્યારે 14,652 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 69 ,668 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 81,72,380 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 2,રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને અરવલીમાં 1 મળીને કુલ 15 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા 1535 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 332  કેસ, સુરતમાં 241 કેસ,વડોદરામાં 178 કેસ,રાજકોટમાં 145 કેસ,મહેસાણામાં 73 કેસ, ગાંધીનગરમાં 58 કેસ,જામનગરમાં 44 કેસ,સાબરકાંઠામાં 43 કેસ,બનાસકાંઠા અને પાટણમાં 37-37 કેસ,ખેડામાં 31 કેસ, પંચમહાલમાં 28 કેસ,કચ્છમાં 25 કેસ ,દાહોદમાં 24 કેસ નોંધાયા છે

(8:01 pm IST)