Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

GSPCની વેબસાઈટ હેક કરી માર્કશીટ બનાવનાર ટોળકીના દિલ્હીના સૂત્રધાર મૃગાંક ઉર્ફ પોલીના જામીન મંજુર કરાયા

અમદાવાદ : ગુજરાત  સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ (GSPC)ની વેબ સાઈટ હેક કરી ડેટામાં ચેડા કરી બોગસ ડેટા અપલોડ કરી બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટ બનાવી (GSPC news) તેનો સાચા તરીકે ઉપયોગ કરતી ટોળકીના સૂત્રધાર મૃગાંક ચતુર્વેદીને સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.સાયબર સેલની ટીમે GSPCની વેબસાઈટ હેક કર્યા બાદ ડેટામા ચેડાં કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના પ્રકરણમાં મુખ્ય આરોપી મૃગાંક ઉર્ફ પોલી ચતુર્વેદી સહિત વડોદરાના ત્રણ ટ્યુશન સંચાલકોની ધરપકડ કરી હતી.આરોપી મૃગાંક ચતુર્વેદીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી. આરોપી તરફ એડવોકેટ પ્રતિક નાયક અને પલ્લવ પટેલે કોર્ટમાં દલીલો કરી હતી કે, મૃગાંકે કોઈ સાઈટ હેક કરી નથી, ફરિયાદમાં તેના નામનો ઉલ્લેખ ન હતો બીજા આરોપીના નિવેદનમાં નામ આવતા તેની પોલીસે ધરપકડ કરી હતી.

(7:20 pm IST)