Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

માંડલના યુવાનો દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને ધાબળા તથા નાસ્તાનું વિતરણ કરાયું

સમાજના દરેક ક્ષેત્રમાં સેવા કરવા માટે ઉત્કર્ષ ફાઉન્ડેશનની શરૂઆત કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ) માંડલના યુવાનો દ્વારા સમાજ ના દરેક ક્ષેત્રમાં સેવા કરવા માટે  ઉત્કર્ષ ફાઉન્ડેશન નામનું એનજીઓ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા  ઘરવિહોણા વૃદ્ધ નિસહાય વ્યક્તિઓ ને ધાબળા(બ્લેન્કેટ) અને નાસ્તા નું  વિતરણ કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ ગીતેશભાઈ વ્યાસ ,ઉપ પ્રમુખ   લક્ષીતભાઈ શાહ અને મહામંત્રી  દર્શનભાઈ આચાર્ય હાજર રહ્યા હતા. આવી જ સેવા કાર્ય માટે સમાજ ના લોકો જાગૃત થાય એવા સંકલ્પ સાથે આ ઉત્કર્ષ ફાઉન્ડેશન કામ કરી રહ્યુ છે. તેમ દર્શનભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

(6:58 pm IST)