Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઇડર તાલુકાના મસાલ ગામની સીમમાં પુરપાટ ઝડપે જતી બે કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ

ઈડર: શહેરના મસાલ ગામની સીમમાં બુધવારે બપોરે હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં એક પુરઝડપે દોડતી કારે બે બાઈકોને ટક્કર મારતાં બાઈક પર સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તાલુકાના બોલુન્દ્રા (સોનગરા) ગામે રહેતો આનંદકુમાર લાલજીભાઈ પટેલ નામનો યુવક ગત તા.૨ના રોજ બપોરે બાઈક પર તેના પાંચ વર્ષિય પુત્ર પાશ્વને બેસાડી ઈડરથી બોલુન્દ્રા જવા માટે નીકળ્યો હતો. દરમિયાન આ બંને પિતા-પુત્ર સાથેનું બાઈક મસાલ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યું હતું તેવામાં સામેથી આવતી ઈન્ડીકા કારના ચાલકે કારને પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી આ બાઈક ઉપરાંત પાછળ આવતા અન્ય એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

(5:49 pm IST)