Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પહાડીયા વિસ્તારમાં ખોદકામ દરમ્યાન બે સર્પના મૃત્યુથી અરેરાટી

હિંમતનગર:તાલુકાના ઈલોલ ગામના પહાડીયા વિસ્તારમાં ગુરૂવારે રાત્રે જેસીબીની મદદથી ખોદકામ ચાલતુ હતું ત્યારે અચાનક જમીનમાંથી સર્પોનું ટોળુ ફુંફાડા મારતુ બહાર નિકળ્યુ હતું.

જોકે એકીસાથે છ સર્પ જોવા મળતા ઉપસ્થિત લોકોના હોંશકોશ ઉડી ગયા હતા કારણ કે જેસીબીથી છ સર્પોને ઈજા થઈ હતી. જેમાંથી બે સર્પોના મોત નિપજ્યા હતા. જ્યારે બાકીના ચાર સર્પોને હિંમતનગરની કરૂણા એનિમલની ટીમ ધ્વારા બચાવી લેવાયા હતા.

આ અંગે કરૃણા એનિમલ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પ્રતિકભાઈ સુથારના જણાવાયા મુજબ ઈલોલના પહાડીયા વિસ્તારમાં ગુરૂવારે રાત્રે જેસીબીની મદદથી ખોદકામ ચાલુ હતું ત્યારે કેટલાક સર્પજીવો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે તરત જ જઈને જોતા બે સર્પ મૃત હાલતમાં જણાયા હતા.જ્યારે બાકીના બે સર્પને ઈજા થતા તરત જ ર્ડા.સ્વીટીબેન અને પાયલોટ અજીતભાઈ ધ્વારા સારવાર આપવામાં આવી હતી.  જોકે તે સિવાયના અન્ય બે સર્પને સામાન્ય ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અપાયા બાદ જંગલ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

(5:48 pm IST)