Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગાંધીનગરના પલસાણામાં હાઈસ્કૂલના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી 11હજારની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પલસાણા ગામે હાઈસ્કુલની પાછળ મેદાનમાં કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે. જેના પગલે અહીં દરોડો પાડીને પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧ર૦૦ની રોકડ કબ્જે કરી સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. 

જિલ્લામાં આમતો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ ખુબજ વધતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર પુરબહારમાં રમાતો હોવાની ફરીયાદોના પગલે પોલીસે ખાસ ઝુંબેશ ઉપાડી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પલસાણા ગામે હાઈસ્કુલની પાછળ ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે કેટલાક શખ્સો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને અહીં જુગાર રમતાં પલસાણાના દાદાવાળો વાસમાં રહેતા જગદીશ મહેશજી ઠાકોર, રમેશજી લક્ષ્મણજી ઠાકોર, પ્રકાશજી કુંવરજી ઠાકોર અને શેરીસા વાડાવાસમાં રહેતા ચેતનજી કેતનજી ઠાકોર અને રોહીતજી વિષ્ણુજી ઠાકોરને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧ર૦૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. 

(5:48 pm IST)