Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સુરતના પાંડેસરા વિસ્તારમાં લગ્નના 6 મહિનામાં પરિણીતાને દહેજ માટે મજબુર કરતા સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના પાંડેસરા લક્ષ્મીનારાયણ નગરની પરિણીતાને દહેજ પેટે 50 હજારની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા મજબૂર કરનાર પતિ અને સાસરીયા વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે.
પાંડેસરા-વડોદ રોડ સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીના પ્લોટ નં. 83 માં રહેતા આશિષ ઉર્ફે નેમચંદ્ર ઉર્ફે સોનુ અવધેષ ઉર્ફે બલ્લુ ગુપ્તાના લગ્ન ગત જુન મહિનામાં ખુશ્બુ (ઉ.વ. 22) સાથે થયા હતા. પાંડેસરા વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા આશિષે લગ્નના પંદર દિવસમાં જ દહેજ પેટે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. લગ્ન વખતે પિયરમાંથી દાગીના અને ઘરનો સરસામાન આપ્યો હોવા છતા આશિષે દહેજની માંગણી કરતા ખુશ્બુએ તેની સાસરા અવધેષ ગુપ્તા, સાસુ સેમિયા ગુપ્તા, નણંદ મોની ગુપ્તા અને બે દિયર રાજેશ ઉર્ફે રજ્જા અને સંદીપ ઉર્ફે બૌવાને જાણ કરી હતી.

(5:47 pm IST)