Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી નિધન

૧૫ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ થયા હતા

અમદાવાદ, તા.૫: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું આજે કોરોનાથી નિધન થયું છે. છેલ્લા ૧૫ દિવસથી તેમને કોરોના ડિટેકટ થયો હતો. ગઇકાલે રાત્રે તેમની તબિયત વધારે લથડી પડી હતી અને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ પોતાના કેરિયરની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી, સાથે જ કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ જી.આર. ઉધવાણીને હાઇકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.

કોર્ટ શરૂ થાય એ પહેલાં તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ થયા હતા

કોર્ટના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા બાદ કોર્ટની કામગીરી શરૂ થાય એ પહેલાં તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. એ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવે છે.

ગત જુલાઈ માસમાં હાઇકોર્ટના ૮ જેટલા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હાઇકોર્ટને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અને ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી હતી. જોકે હવે ૧૪મી સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે પ્રત્યક્ષ સુનાવણી હાઇકોર્ટમાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં એક ડિવિઝન અને ત્રણ/ચાર સિંગલ જજની બેંચ કેસોની પ્રત્યક્ષ સુનાવણી કરશે. પ્રત્યક્ષ સુનાવણી મામલે સત્ત્।ાવાર આદેશ ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યો હતો.

(3:23 pm IST)