Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમદાવાદમાં કુખ્યાતો દ્વારા ખડકી દેવાયેલ બિલ્ડિંગો પર બૂલડોઝર ફેરવવા ધમધમાટ

નાઝિર વોરા બાદ તેમના ભાઇના ગેરકાયદે ખડકાયેલા બિલ્ડિંગનો કૂડસલો બોલાવનાર ડીસીપી પ્રેમ સુખ ડેલુ સાથે 'અકિલા'ની વાતચીત : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને એડી. પોલીસ કમિશનર ડીસીપીની તથા મહાનગર પાલીકાની પડખે અડીખમ ઉભા રહે છે

રાજકોટ તા.૫:  અમદાવાદમાં પોલીસ કમિશનર એડિશનલ પોલીસ કમિશનર ડીસીપી અને તેમની ટીમ દ્વારા સામાજિક તત્વો અને ભૂમાફીયાઓ સામે શરૂ થયેલ જંગમાં સોનલ સિનેમા પાસે આવેલ નાઝિર વોરની ૬ માળની બિલ્ડિંગ તોડીનાઝિર વોરા બાદ તેમના ભાઇના ગેરકાયદે ખડકાયેલા બિલ્ડિંગનો કૂડસલો બોલાવનાર ડીસીપી પ્રેમ સુખ ડેલુ સાથે 'અકિલા'ની વાતચીત : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને એડી. પોલીસ કમિશનર ડીસીપીની તથા મહાનગરપાલીકાની પડખે અડીખમ ઉભા રહે છે

પાડયા બાદ તેના ભાઈની માલિકીનું કરોડોની કિંમતનું ગેર કાયદે બિલ્ડિંગ મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભૂ માફીયાઓ ફફડી ઉઠ્યા છે

'અકિલા'ને માહિતી આપતા યંગ અને તરવરિયા ડીસીપી પ્રેમ સુખ ડેલુ જણાવ્યું છે કે ૨૮૮૦ ચો મી.ક્ષેત્રફળ ધરાવતું નેહા બિલ્ડિંગ કે જે કહેવાતા કુ વિખ્યાત ભૂમિ માફિયા નાઝિર વોરાના ભાઈની મકરબા પોલીસ હેડ કવાટર પાછળ આવેલ છે.

 પાંચ માળનું નિર્માણાધીન બિલ્ડિંગનો અંદાજિત કિંમત રૂપિયા ૭.૫૦ કરોડ છે. આ બિલ્ડિંગને ગત ૧૫ મી ઓકટોબરે સિલ કરવામાં આવેલ અમદાવાદમાં ઝોન- ૭ જેવા સંવેદનશીલ વિસ્તારનો હવાલો ધરાવતા ડીસીપી પ્રેમ સુખ ડેલુ વિશેષમાં જણાવે છે કે જુહાપુરા અને સરખેજ વિસ્તારોમાં ચોક્કસ અસામાજીકો દ્વારા ગેર કાયદે બિલ્ડિંગો ખડકાયા છે તેની આખી યાદી તૈયાર થઈ રહી છે.

અમદાવાદમાં આવા ગેર કાયદે બિલ્ડિંગોમાં કોઈ નિયમ પાલન થતું ન હોવાથી આગજની જેવી દુર્ઘટના તાજેતરમાં બનેલ આ તો ફકત દ્રષ્ટાંત છે. ડીસીપી પ્રેમ સુખ ડેલુ આવા બિલ્ડિંગો જમીન દોસ્ત કરતા સમયે જાતે ઉપસ્થિત રહે છે .પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને એડી.પોલીસ કમિશ્નર પણ અડીખમ ઊભા રહી ટેકો આપે છે.

(2:40 pm IST)