Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જનતા પણ નેતાઓના રવાડે ! : ગાંધીનગરના ગિયોડ ખાતે મેચ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમે કાઢ્યું વિજય સરઘસ

વિજય સરઘસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ : DySPને તપાસ રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે નેતાઓ બાદ હવે જનતાની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. ક્રિકેટ જીત્યા બાદ ગાંધીનગરમાં વિજય સરઘષના વીડિયોને પગલે તાબડતોડ તપાસના આદેશ અપાયા છે નેતાઓ બાદ જનતાને વિજય સરઘસનો ચસકો ચડ્યો છે. ગાંધીનગરના ગિયોડ ખાતે સામાજિક અંતરનો ભંગ જોવા મળ્યો હતો. ગાંધીનગર મેચ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમે વિજય સરઘસ કાઢ્યું હતુ.

જનતાની આ બેદરકારી હાલ વાયરલ થઈ છે. એક દિવસ અગાઉની રાત્રીનો વીડિયો હોવાનું અનુમાન છે. વીડિયોને લઇ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અને તુુરંત જ ડિવીઝન DySPને તપાસ રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા છે એટલું જ નહીં પણ DySPએ સ્થાનિક પોલીસ પાસે આ અગેની વિગતવાર વિગતો મંગાવી છે.ગીતા રબારી, કિંઝલ દવે અને ભાજપના ધારાસભ્યો તેમજ નેતાઓ પણ જાહેરામાં ભીડ એકઠી કરીને કોરોનાની મહામારીમાં બેદરાકારી નોંધાવી ચૂક્યા છે.

(12:57 pm IST)