Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ખેડૂત આંદોલન સમર્થનમાં આણંદમાં કોંગ્રેસના ધરણા : જિલ્લા પ્રમુખ પઢીયાર અને ધારાસભ્ય નિરંજન પટેલ સહિતની અટકાયત

સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવિડની ગાઈડ લાઈનનાં ધજાગરા

આણંદ : ખેડૂત આંદોલનના સમર્થનમાં અમૂલ ડેરી પાસે ધરણાં કરી રહેલા કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ પ્રદશિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહીત અનેક કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનાં તેમજ કોવિડની ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર અને ધારાસભ્ય નિરંજન પટેલની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેમજ કોંગ્રેસનાં નેતાઓ કલેકટર કચેરી ખાતે પણ કલમ 144ની ધારાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પ્રજામાં સવાલો ઉઠયા હતા કે, કોંગ્રેસનાં નેતાઓને શુ કોરોનાનો ભય લાગતો નથી

(10:33 am IST)