Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

દેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારી બાઈક સવારોને 10 ફૂટ ઘસડીને લઈ જતા 3 ના મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડાના ઘાટોલી ગામના રમેશભાઇ શાંતીલાલભાઇ વસાવાની ફરિયાદ મુજબ મોવી સ્ટેટ હાઇવે પર એક ટ્રક નં.MH.18.BG.0853ના ચાલકે મો.સા.નં.GJ.22.J.2625 લઈ જતા હિતેશભાઇ બજીયાભાઇ વસાવા (રહે-ગાગર તા,નાંદોદ) ને પાછળથી ટક્કર મારી આશરે દસ ફૂટ જેટલા દૂર ધસડી ને લઇ જતા હિતેશભાઇ વસાવા  વૈશાલીબેન રમેશભાઇ વસાવા તથા સકુણાબેન  ચંન્દ્રસીંગભાઇ વસાવા બંન્ને( રહે-ઘાટોલી તા.દેડીયાપાડા) ને શરીરે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ટ્રક પલ્ટી ખવડાવી નાસી જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:55 pm IST)