Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

મોડાસામાં મીટર કૌભાંડમાં સંડોવાયેલ જુનીયર ઈજનેર સસ્પેન્ડ: લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ

ગરીબો મંજુર થયેલ વીજ મીટર માલેતુજારના ઘરે લગાવી કરી હતી રોકડી

મોડાસા:બીપીએલ લાભાર્થી, અનુસૂચિત જાતિ જન જાતિ ના જરૂરતમંદ પરીવારોને નિઃશુલ્ક વીજ મીટર આપવાનું અને આવા મીટરોના વીજ બીલોમાં પણ સરકાર દ્વારા રાહત આપવાની ઝુંપડપટ્ટી વીજકરણ યોજના અમલમાં મૂકાઈ છે.પરંતુ આવા સાચા લાભાર્થી ઓનો હક ઝૂંટવી મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેરે કેટલાક મળતીયાઓ સાથે મળી ગરીબોના ૮૦૦ થી વધુ વીજ મીટર પૈસાદાર લોકોના બંગ્લોઝમાં લગાવી દઈ લાખ્ખો રૂપિયા રોકડી કરી લેવામાં આવી હોવાની ફરિયાદ થતા વીજ વિભાગની મહેસાણા અને સર્કલ કચેરીના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો વિજિલન્સની તપાસ બાદ આખરે જુનિયર એન્જીનીયર ની સંડોવણી હોવાનું ખુલતા ચીફ એન્જીનીયર પી બી પંડ્યાએ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેતા વીજતંત્રના કેટલાક લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડના ચીફ ઓફિસર પી બી પંડ્યાએ મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જીનીયર એ સરકારી સ્કીમના મીટર લાભાર્થીના ઘરે લાગવાના બદલે અન્ય લોકોના ઘરે લગાવી દેવામાં આવ્યા હોવાથી આર્થિક નુકશાન થતા અને બિલીંગ વિભાગના સિનિયર આસિસ્ટન્ટના લોગ ઈન આઈડી નો દૂર ઉપયોગ કરવા માટે સસ્પેન્ડ કરી મહેસાણા હેડ ઓફિસ પર તાત્કાલીક હાજર થવા ફરમાન કર્યું છે. આ અરજી કરનાર અરજદારે ઉચ્ચ અધિકારીઓને સચોટ અને પુરાવા સહિતની માહિતી પૂરી પાડતાં છેલ્લા એક અઠવાડીયામાં બે વાર વીજીલનસ તપાસ હાથ ધરાઈ હતી.

(9:57 pm IST)