Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજ્યમાં ૪ દિવસમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી

ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો : અમદાવાદ સહિતના ૧૨ શહેરોમાં તાપમાનમાં ઘટાડા અને પવનની દિશા બદલાતા ઠંડી વધવાનું અનુમાન

અમદાવાદ ,તા. : શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે હવે અમદાવાદ સહિત ૧૨ શહેરોનું તાપમાન ઘટ્યું છે. ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી દિવસમાં ઠંડીમાં સખત વધારો થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે. આગામી દિવસમાં અનેક શહેરોમાં ઠંડીમાં વધારો નોંધાઇ શકે છે.

અમદાવાદ સહિત ૧૨ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે થોડા દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવે ફરીથી પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વીય ઠંડા પવો શરૂ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન ૨થી૩ ડિગ્રી ગગડીને ૧૨થી ૧૭ ડિગ્રી પહોંચ્યું છે.

આગામી દિવસમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે ગુરૂવારે પવનની દિશા બદલાતા ઠંડીમાંઘટાડો થયો હતો. પરંતુ આજે અમદાવાદમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

(9:04 pm IST)
  • માળીયા ચોકડી પાસે જૈન સાધ્વીજીને ગંભીર અકસ્માત નડ્યો : અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર સ્થિતિ : તેમની સાથે વિહાર કરી રહેલ એક સેવિકાનું ઘટનાસ્થળે મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 1:12 pm IST

  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST