Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

પરીક્ષાર્થીઓનું આંદોલન યથાવત : મોડીરાત્રે કોંગ્રેસના અમિત ચાવડા,પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ પહોંચ્યા

આંદોલનકારીઓની કોંગ્રેસના નેતાઓએ લીધી મુલાકાત

 

ગાંધીનગર : બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન બીજે દિવસે રાતે પણ ચાલી રહ્યું છે.

ગુજરાત સરકારે એસઆઈટીની રચનાની વાત કરી છે પરંતુ વિદ્યાર્થીઓ આંદોલન અને પરીક્ષાની રદ કરવાની માગણી પર અડગ છે.

દરમિયાન સરકાર દ્વારા સીટની રચના કરાયા બાદ પણ પરીક્ષાર્થીઓનું આંદોલન યથાવત છે ત્યારે આજે મોડીરાત્રે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા  કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણ અને હાર્દિક પટેલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.

(11:38 pm IST)