Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 2574 મોટા ઊદ્યોગોમાંથી 734 ગુજરાતમાં સ્થપાયા દેશના ઔદ્યોગિક મૂડીરોકાણોમાંથી અડધોઅડધ 2,18,611 કરોડના ગુજરાતમાં

સમગ્ર દેશમાં સૌથી વધુ 51.23 ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવ સિદ્ધિ હાંસલ કરી

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ 51.23 ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં વર્ષે 2019માં ઓકટોબર માસ સુધીમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. લાખ ર૭ હજાર ૪૯૪ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં રૂ. લાખ ૧૮ હજાર ૬૧૧ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEM ના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ રોકાણોમાં વધારો થયો છે. ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઊદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા વિજય રૂપાણીના નેતૃત્વમાં ઓનલાઇન વિકસાવવામાં આવી છે. એટલું નહિ, ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે.

IEM તહેત જે રોકાણ થવાનું છે તે બહુધા કેમીકલ્સ, ટેક્ષટાઇલ, સિરામીક, પ્લાસ્ટિક અને મેટલ ઊદ્યોગ ક્ષેત્રમાં થવાનું છે. ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં IEMને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે. રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા 2574 મોટા ઊદ્યોગોમાંથી 735 મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'મેઇક ઇન ઇન્ડીયા'ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. સંદર્ભમાં વર્ષ ર૦૧૯ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલ થી જૂન-૨૦૧૯ના ત્રણ માસ દરમિયાન FDI ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૧૮૩૨૫ કરોડનું થયું છે. FDI ઇન્વેસ્ટમેન્ટ ર૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન થયેલા રૂ. ૧ર૬૧૮ કરોડના રોકાણો કરતાં ૧પ૦ ટકા જેટલું વધારે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ રોજગાર સર્જન કરતા MSME એકમોને પણ પૂરતું પ્રોત્સાહન આપવા ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તદ્દઅનુસાર, આવા MSME એકમોએ સ્થાપના-સંચાલન માટેની જરૂરી વિવિધ એપ્રુવલ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી છે. MSME ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ કાર્યરત કરીને ડેકલેરેશન ઓફ ઇન્ટેટ માત્ર પાંચ મિનીટમાં મળી જાય તેવી સુદ્રઢ પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે.

(10:53 pm IST)