Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

રૂપાણી સરકારનો વધુ એક મોટો નિર્ણંય : DPS ઇસ્ટમાં જ તમામ બાળકોને ભણાવાશે : શાળાનું સંચાલન સરકાર કરશે

સ્કૂલની માન્યતા રદ થયા બાદ વિદ્યાર્થીઓના વ્યાપક હિતને લઈને રાજ્ય સરકારનો નિર્ણંય

અમદાવાદ :રાજ્યની રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણંય કર્યો છે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ અમદાવાદ ની ડી.પી એસ ઇસ્ટ ના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા એ આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ ૧થી ૧૨ ના જે વિદ્યાર્થીઓ હાલ આ ડી પી એસ માં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે

 રાજ્ય સરકારે ડી પી એસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓ ના વ્યાપક હિત ને ધ્યાને  રાખી ને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતો ને  લક્ષ્યમાં લઇ ને રાજ્ય સરકાર ના ઈતિહાસ માં પ્રથમ વાર આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે

 તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્ર ને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય સાશન ની  જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે

(7:18 pm IST)