Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

દારૂબંધીના રસ્તામાં લીરેલીરા ઉડ્યા : બુટલેગરની બાઈક સ્લીપ થતા દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર

બુટલેગર ભાગી ગયો પણ લોકોના ટોળા ઉમટ્યા : ઉધના પોલીસે દારૂનો જથ્થો કર્યો જપ્ત

સુરત : રાજ્યમાં દારૂબંધી હવે રોડ પર ધજાગરા ઉડાવે છે બંધબારણે કે ગોડાઉનમાં નહીં હવે રસ્તામાં છડેચોક દારૂએ દેખા દીધા છે સુરતના ઉધના નવસારી રોડ પર દેશી દારૂ લઈને આવતા બુટલેગરની બાઈક અચાનક સ્લીપ થઈ જતા દેશી દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર થયો હતો દારૂની નદી રસ્તા પર થતા લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.

  ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પણ કાગળો સિવાય દેખાતી હોય તેમ લાગતું નથી દારૂ બેફામ અને ખુલ્લેઆમ બે રોકટોક મળે છે અને બુટલેગર દ્વારા લાવવામાં આવે છે. બાઈક પર જો કોઈ પોટલા લઈને જાય તો સુરત પોલીસ દ્વારા ઇ ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવે છે, પણ ગાડી પર પોટલામાં દારૂ લઈ જવામાં આવે છે તેને આજ સુધીમાં દંડ કદી કરવામાં આવ્યો હોય તેવો એક પણ કિસ્સો જોવા મળ્યો નથી

  આજે ઉધના નવસારી રોડ પર બાઈક પર પોટલા લઈને જતી એક બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી. જોકે આ બાઈક સ્લીપ થતા પોટલામાંથી દેશી દારૂ રસ્તા પર વેરવિખેર થઈ જવા પામ્યો હતો. આ ઘટના બાદ બુટલેગર બાઈક અને દારૂ મૂકીને ભાગી છૂટ્યા હતા. જોકે રસ્તા પર દારૂની નદી થઈ જતા લોકો મોટી સખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

  આ ઘટના ની જાણકારી મળતા ઉધના પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને દારૂનો જથ્થો કબજે લઈને આ મામલે ગુનો નોંધી દારૂ લાવતા બુટલેગરની ઓળખ કરી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા, પણ જે રીતે ઘટના બની હતી તેને લઈને લોકો માત્ર એક વાત કરતા હતા કે, ઇ-ચલણ વડે મેમો આપતી પોલીસને દારૂના આ પોટલાવાળા કેમેરામાં કેમ નથી દેખાતા.

(5:27 pm IST)