Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

થર્મલ સુપર માર્કેટ નજીક બાઈક સાથે ટ્રેલર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત: એકનું મોત

થર્મલ: સુપર માર્કેટ રોડ વળાંક ઉપર ટ્રેક્ટરની ટ્રોલી મોટર સાયકલ પાછળ અથડાતા બે જણાંને ઈજા થઈ હતી. જે પૈકી બાઈક પાછળ બેઠેલ ઈસમનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનમાં રહેતા રાહુલકુમાર રામસજીવન ગઈકાલે સવારે ૧૧:૩૦ કલાકે મોટર સાયકલ નં. જીજે ૦૭ એપી ૨૭૨૦ ઉપર રહીમ ખુરશીદ ફકીરને બેસાડી જઈ રહ્યા હતા ત્યારે થર્મલ સુપર માર્કેટ રોડના વળાંક ઉપર પૂરઝડપે હંકારી પસાર થતા ટ્રેક્ટરની ટ્રોલી મોટર સાયકલ પાછળ અથડાઈ હતી. જેથી બાઈક સવાર બંનેને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. જે પૈકી રહીમ ખુરશીદ ફકીરનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે રાહુલકુમાર રામસજીવનની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:51 pm IST)