Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

છેલ્લા ૧પ વર્ષની ભરતી પરીક્ષાઓની તપાસ માટે વિપક્ષના નેતૃત્વમાં સમિતિ બનાવો

લોકરક્ષક પરીક્ષાના પેપર ફોડવાના અસલી કૌભાંડીઓને પકડોઃ વીરજીભાઇ ઠુંમર

ગાંધીનગર તા. પ : લાઠી-બાબરાના ધારાસભ્ય વીરજીભાઇ ઠુમર (કોંગી)એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજયમાં જયારે ગેરરીતીના બનાવો બને છે ત્યારે તપાસ પંચની નિમણુંક થતી હોય છે કે વિવિધ સરકારી એજન્સીઓ મારફત તેની તપાસ થતી હોય છે, પરંતુ તેના અહેવાલો વિધાનસભામાં રજુ થતા નથી અને અધ્ધરતાલ થતા હોય છે. સરકારની કોઇપણ તપાસ એજન્સી ઉપર ગુજરાતની જનતાને વિશ્વાસ રહ્યો નથી ત્યારે સત્ય બહાર લાવવા અને સાચી તપાસ વિરોધપક્ષના સભ્યના નેતૃત્વવાળી (જેવી કે .પીએસી જોઇન્ટ પાર્લામેન્ટ કમીટી કે જેની પાર્લામેન્ટમાં રચના થતી હોય છે.) કમીટી રચી તપાસ કરવા અનુરોધ કરૂ છું.

લોકરક્ષક દળની પરીક્ષામાં  ૯ લાખ જેટલા ગરીબ ઘરના દિકરા-દિકરીઓ મુશ્કેલી વેઠી, એકાદ-બે વર્ષથી કલાસમાં અને ઘરે અભ્યાસ કરતા હોય, તેઓ સ્વખર્ચે પોતાના જિલ્લાથી દુરના જિલ્લામાં પરીક્ષા આપવા ગયેલ અને પેપર લીક થવાથી પરીક્ષા રદ થઇ છે તેની જાણ થઇ ત્યારે તેઓની માનસિક હાલત શું થઇ હશે.

સરકારે પરીક્ષાર્થીઓને બસ ભાડુ પરત આપવાની જાહેરાત કરી છે સવાલ એસ.ટી.ભાડાનો નથી, યુવાનોએ જે દિલથી અને લગનથી મહેનત કરી જે તૈયારીઓ કરી છે તેમના ખર્ચનો હિસાબ લગાવીને આ ૯ લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે કોઇક પેકેજ જાહેર કરો અને આપના નેતૃત્વમાં નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા તપાસ કરાવીને માત્ર આ પેપર જ નહી ભુતકાળમાં પણ જે બનાવો બનેલ છે તે તમામ પરીક્ષાઓની તપાસ કરાવો અને આમાં જવાબદાર મોટી હસ્તીઓને પકડો તેવી આશા છે આ પેપર લીકમાં કેટલાક લોકોની સામે ફરીયાદ દાખલ થઇ છે. તેઓ પ્યાદા માત્ર જ છે, એના અસલી કૌભાડીઓને પકડો તેવી લાગણી વ્યકત કરૃં છું. મિડીયા મારફત મળતી માહીતી મુજબ પરીક્ષા સેન્ટર ઉપરથી પરત ફરતા ત્રણ પરીક્ષાર્થીઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને પાંચ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મૃત્યુ થવાનૂં કારણ માનસિક તનાવ, નિરાશા, હતાશા અને સરકાર દ્વારા થયેલ અન્યાયનું હતુ઼ જેના કારણે આ યુવાનોએ જીવ ગુમાવ્યો છ.ે આ કાંડમાં જે તહોમતદારો પકડાયા છે. તેની સામે માનવવધની કલમ લગાવો અને મૃતકોના પરીવારની મુલાકાત લઇ રપ-રપ લાખની સહાય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે ચુકવવામાં આવે તેવી આપને મારી વિનંતી છે તેમ વીરજીભાઇ ઠુમરે પત્રમાં જણાવ્યુંછે.

(4:23 pm IST)