Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ચીખલીના પોલીસકર્મી પર હુમલો કરવાના પાંચેય આરોપીની ધરપકડ

પાંચેય યુવકો નશામાં હોવાનું પોલીસનું કથન :હુમલાખોર પૈકી એક યુવક સુરત મનપામાં સફાઈકર્મી

નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી ઓવરબ્રિજ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન બે પોલીસ કર્મીઓ ઉપર સુરતના 5 યુવકોએ હુમલો કર્યો હતો. સુરતના આ 5 યુવકો નશાની હાલતમાં હોવાનું પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું.

  આ સમગ્ર મામલે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસ ઉપર હુમલો કરનાર યુવાનો પૈકી એક યુવક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર હતો.

(1:21 pm IST)