Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ભરૂચના સિંધોતમાં નિકોરા માર્ગ ઉપરથી દીપડો પાંજરે પુરાયો

ભરૂચ તાલુકાના સિંધોત નિકોરા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી દીપડાએ દેખા દેતાં તેને માનવ વસાહતમાં આવતો રોકવા માટે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા નિકોરા જવાના રસ્તે સિંધોત ગામ પાસે એક પાંજરૂં ગોઠવ્યું હતું.

આ પાંજરામાં દીપડો ગત રાત્રિએ પુરાઈ જતાં વન વિભાગે તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

(12:24 pm IST)