Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ગોધરામાં સ્માશાનમાં 15 દિવસ પહેલા દફન કરાયેલું બાળક ગુમ

મૃતક બાળકના પિતાને નોંધાવી ફરિયાદ ;પોલીસ તપાસ શરૂ

 

પંચમહાલના ગોધરામાં સ્માશાનમાં દફન કરાયેલું એકબાળક ગુમ થતા સનસનાટી મચી જવા પામી છે બાળ મૃતકોને સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા કરીને દફનાવવામાં આવે છે. ત્યારે દફનાવાયેલા બાળકના મૃતદેહોને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે.

   લગભગ 15 દિવસપહેલા એક મૃત બાળકની દફનવિધી કરવામાં આવી હતી. જે જગ્યાએ ખાડો જોવા મળ્યો અને મૃતદેહ ગાયબ થયેલો જોવા મળ્યો. જેને પગલે મૃતક બાળકના પિતાએ ગોધરા -ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(1:13 am IST)