Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પેપર લીક મામલે નાની માછલી પકડી,મોટા મગરમચ્છ છૂ : પાલનપુરમાં એકતામંચનાં પ્રતીક ઉપવાસ :આવેદન આપ્યું

પાલનપુર :પેપર લીક મામલે બનાસકાંઠાના પાલનપુરમાં ઓબીસી, એસસી, એસટી એકતા મંચ દ્વારા સરકાર વિરોધી ધરણા યોજ્યા હતા. જેમાં આ કેસમાં માત્ર નાની માછલીઓ ફસાઈ છે. જ્યારે મોટા મગરમછો બહાર ફરતા હોવાના આક્ષેપો કરાયા હતા 

  એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ભરવાડ, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત કાર્યકરોએ પ્રતીક ઉપવાસ કર્યા હતા. જે બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પેપર લીક કેસમાં અનેક ભાજપના નેતાઓ સામેલ હોવાના પણ આક્ષેપો કરાયા હતા.

(9:31 pm IST)