Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સ્માઈલ ઓન વ્હિલ્સ થ્રુ ઝુંપડપટ્ટીમાં સ્વાસ્થ સેવા

ગરીબોને સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડાશે

અમદાવાદ,તા. ૫ : અમદાવાદ શહેરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી હવે સ્માઇલ ઓન વ્હિલ્સના માધ્યમથી આરોગ્ય વિષયક અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પહોંચાડવામાં આવશે. આ માટે સ્માઈલ ફાઇન્ડેશન અને ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિ. સામાજિક સેવાના કાર્યમાં આગળ આવ્યા છે. સ્માઈલ ઓન વ્હીલ્સના માધ્યમથી ઈન્ગરસોલ રેન્ડ ઈન્ન્ડયા લિ.નો આધાર ધરાવતી મોબાઈલ સ્વાસ્થ્ય સેવાઓથી નરોડા, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) વસાહત અનેઆસપાસના વિસ્તારોના ગરીબ તથા વંચિત સમુદાયોને લાભ થશે. અમદાવાદના નરોડા વિસ્તારમાંના ઓછામાં ઓછા ચાર લાખ શહેરી ઝુંપટ્ટીવાસીઓની સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો માટે ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિ. અને બિન નફાકારી સંસ્થા સ્માઈલ ફાઉન્ડેશન સાથે આવ્યા છે. ચાર મોબાઇલ વાન મારફતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્યે સ્વાસ્થ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

            સ્માઈલ ઓન વ્હીલ્સ તરીકે ઓળખાતો આ પ્રોજેક્ટ આજે ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિ.અને સ્માઈલ ફાઉન્ડેશનના વરિષ્ઠ સંચાલક મંડળ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. નરોડા, અમદાવાદ, ગુજરાતની જીઆઈડીસી એસ્ટેટ સ્થિત ઈન્ગરસોલ રેન્ડ (ઈન્ડિયા) લિમિટેડના ઉત્પાદન એકમ સાઈટ ખાતે આ સમારંભ યોજાવામાં આવ્યો હતો. આ પહેલના ભાગરૂપે ઇન્ગરસોલે સંપૂર્ણપણે સજ્જ મેડિકલ વાન્સ પૂરી પાડી છે. જે નિયમિત હેલ્થ ચેકઅપ, મૂળભૂત પેથોલોજીકલ ટેસ્ટ્સ અને ડોકટરોનું કન્સલ્ટેશન પૂરા પાડવા માટે નિયત સ્થળોએ જશે. જેમાં સોંપાયેલી કામગીરીના ભાગરૂપે ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને લગતાં મુદ્દાઓ અંગે સ્થાનિકોમાં સંવેદનશીલતા લાવવા માટે સમુદાયોમાં જાગૃતતા સત્રો પણ ચલાવવામાં આવશે. આ વાન્સ દ્વારા વાર્ષિક ધોરણે ૧૨થી ૧૫ હજાર દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવશે. સ્વાસ્થ્ય સંભાળ આપણા દેશમાં પ્રાથમિકતા છે.

         સમાજમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશેની વધુ બેહતર જાગૃતતા ફેલાવવા માટે સ્માઇલ ફાઉન્ડેશન સાથે ભાગીદાર કરવાનો ્મને અત્યંત આનંદ છે એમ ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા લિ.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી અમર કૌલે જણાવ્યું હતું. દરમ્યાન સ્માઇલ ફાઉન્ડેશનના એકઝીકયુટીવ ટ્રસ્ટી અને સહસ્થાપક શાંતનુ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ કાર્યમાં ટેકો આપવા બદલ અમે અમારા ભાગીદારોના અત્યંત આભારી છીએ. ઇન્ગરસોલ રેડ ઇન્ડિયા લિ.છેલ્લા પાંચ વર્ષથી અમારા શૈક્ષણિક ઉપક્રમોમાં અમને ટેકો આપી રહ્યું છે.  ગરીબોની સ્વાસ્થ્ય સંભાળ જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવે તો આપણે આપોઆપ જ ગરીબોના ખભા પરથી ખર્ચ અને ચિંતાનો બહુ મોટો બોજો ઓછો કરી શકીએ છીએ અને આમ કરીને તેમની પાસેના ઉપલબ્ધ સાધનોને ભોજન અને શિક્ષણ જેવી મહત્વની બાબતો માટે ફાળવવામાં મદદરૂપ થઇ શકીએ છીએ.

(9:28 pm IST)