Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અલ્પેશ- હાર્દિક વચ્ચે વરુણ પટેલે ઝુકાવ્યું :કહ્યું હાર્દિક પટેલે પહેલા પોતાની કારકિર્દી વિશે વિચારવું જોઇએ

અલ્પેશ ઠાકોર અને ભાજપ વચ્ચે સેટિંગ હોવાના હાર્દિકને નિવેદન બાદ વરુણ પટેલનો પલટવાર

અમદાવાદ : અલ્પેશ ઠાકોર અને ભાજપ વચ્ચે સેટિંગ હોવાના હાર્દિક પટેલે આપેલા નિવેદન બાદ ભાજપના નેતા વરૂણ પટેલે હાર્દિક પર પલટવાર કર્યો છે. વરૂણ પટેલે જણાવ્યું કે હાર્દિક પટેલે બીજા નેતાઓ વિશે વાત કરતા પહેલા પોતાની કારકિર્દી વિશે વિચારવું જોઇએ. સભામાં ભીડ ભેગી થાય કે નહિં તે સમય સમયની વાત છે. પરંતુ અલ્પેશની ભીડ વિશે વિચારવા કરતા હાર્દિકે પહેલા પોતાની ભીડ વિશે વિચારવું જોઇએ તેમ વરૂણ પટેલે જણાવ્યું છે .

(7:55 pm IST)