Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

હાર્દિક પટેલના આક્ષેપ પર અલ્પેશ ઠાકોરનો પલટવાર કહ્યું મારા પર આક્ષેપ કરનારા બે વર્ષ બાદ કેમ જાગ્યા?

કોંગ્રેસના નેતૃત્વની મોટી હાર અને ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી

અમદાવાદ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કરેલી ટિપ્પણી બાદ અલ્પેશ ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. તે કોંગ્રેસના નેતૃત્વની ૨૦૧૯માં મોટી હાર થઈ છે અને ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી. મારા પર આક્ષેપ કરનારા બે વર્ષ બાદ કેમ જાગ્યા તેવો સવાલ ઉઠાવ્યો હતો

 અલ્પેશ ઠાકોરે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોર અને ભાજપનું સેટિંગ હતું. ભાજપના કહેવાંથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયાં હતાં

(7:31 pm IST)