Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કપડવંજના દાસલવાડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 10 શકુનિઓની રંગે હાથે ધરપકડ

કપડવંજ:તાલુકાના દાસલવાડા ગામની સીમમાં આવેલ બલરામ ફાર્મની સામેના એક ખેતરમાં આતરસુંબા પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પત્તાપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. જેમાં સલીમમીયાં ઉર્ફે મુન્નો અજગરમીયાં મલેક, પ્રશાંતભાઈ વિનોદચંદ્ર પંડ્યા, ઈમ્તીયાઝહુસેન મહંમદમીયાં મલેક, જહીરમીયાં અબ્બાસમીયાં મલેક અને અમરતભાઈ ગલાભાઈ પરમારનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂા.૨૫૦૦ તેમજ દાવ પરથી રૂા.૧૦૦૦ મળી કુલ રૂા.૩૫૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી પકડાયેલા પાંચેય ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)