Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મહેમદાવાદમાં ઘરની બહાર યુવકને ભારે પડ્યું: પાડોશી પરિવારનો જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

મહેમદાવાદમાં રહેતો એક યુવક પોતાના ઘર બહાર મિત્રો સાથે બેઠો હતો. તે વખતે તેના પાડોશમાં રહેતાં પરિવારે અહીંયા બધાને કેમ ભેગા કરુ છુ તેમ કહી ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા ઈસમે તેના માતા-પિતાની મદદ લઈ ઘર બહાર બેઠેલાં પાડોશી યુવક તેમજ તેના ત્રણ મિત્રો મળી કુલ ચારને માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લઈ ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં જૂના ખેડા રોડ પર આવેલ સરદારનગર વિસ્તારમાં સુનિલભાઈ રમણભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના સમયે સુનિલભાઈ તેમજ તેના કુટુંબી ભાઈ હરેશભાઈ પ્રવિણભાઈ ઠાકોર, મામા અશ્વિનભાઈ અર્જુનભાઈ ઠાકોર અને તેના મિત્રો સાથે પોતાના ઘર બહાર ઓટલા પર બેઠાં હતાં. તે વખતે તેમના પાડોશમાં રહેતાં તેજસભાઈ રતિલાલ ઠાકોર એકાએક ત્યાં આવી પહોંચ્યાં હતાં. અને ગમેતેમ ગાળો બોલી તું અહીંયા લોકોને ભેગા કેમ કરે છે તેમ કહી સુનિલનું ગળુ પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેજસનું ઉપરાણું લઈ તેના પિતા રતીલાલ મોતીલાલ ઠાકોર લાકડી લઈ તેમજ માતા પુજીબેન રતીલાલ ઠાકોર ત્રિકમનો લાકડાનો હાથો લઈ દોડી આવી સુનિલને માર મારવા લાગ્યાં હતાં. આ ઝઘડામાં સુનિલને છોડાવવા વચ્ચે પડેલાં હરેશભાઈ પ્રવિણભાઈ ઠાકોર, રમેશભાઈ લ-મણભાઈ નાયડુ અને દિનેશભાઈ અશોકભાઈ ઠાકોરને પણ આ ત્રણેય જણાંએ માર મારી ઈજા પહોંચાડી હતી.

(5:38 pm IST)