Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મોડાસા: શામળાજી નજીક પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું: રાજસ્થાનથી પુરપાટ ઝડપે આવતા ટ્રકને અટકાવી કાર્ટૂનમાં છુપાવેલ વિદેશી દારૂ બિયરનો 2.68 લાખનો જથ્થો ઝડપ્યો

મોડાસા:શામળાજી પોસઈ સંજય શર્મા સહિતની ટીમ દ્વારા નેશનલ હાઈવે માર્ગ ના વેણપુર નજીક વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન  રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રક નં.એચઆર-૬૭-સી-૯૫૫૯ ને અટકાવી ચેકીંગ હાથ ધરાતા આ ટ્રકમાં ભરેલા પ્રીન્ટેડ કાગળની ૯૦ સીટોના કાર્ટૂનની આડમાં છુપાવેલ વિદેશી બીયરની ૭૫ પેટીનો માોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ ટીમે રૃ.૨,૧૬,૦૦૦ ની કિંમતના બીયરના ૧૮૦૦ ટીમના ગેરકાયદેસર જથ્થા સાથે ટ્રક ચાલક આરોપી પ્રદીપ બિલ્લુ વાલ્મિકી રહે.અલાબલા,તા.અસન્દ, જિ.કરનાલ(હિરીયાણા)ને ઝડપી હવાલાતે કરી દીધો હતો.જયારે બીયર ના જથ્થા સહિત પ્રીન્ટેડ કાગળની ૯૦ શીટો કિંમત રૃ.૪,૮૨,૦૮૫ એક મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૃપિયા ૧૬,૯૯,૦૮૫ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.આ વિદેશી બીયરનો જથ્થો ભરી આપનાર આરોપી છોટુ પંચાલ રે.જુંડાગેટ,ખેડા કોલોની સેકટર-૧૬,રોડ કરનાલ(હરીયાણા)સહિત બંને આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(5:37 pm IST)