Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગાંધીનગરમાં આંતરિક વિસ્તારમાં શ્રમજીવીઓના ઝુંપડા બાંધી રહેવાની પ્રવૃત્તિ વધી: કોર્પોરેશનદ્વારા ઝુંપડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીનગર: શહેરના મુખ્ય માર્ગો અને સેકટરોના આંતરિક વિસ્તારોમાં શ્રમજીવીઓ દ્વારા ઝુંપડા બાંધીને રહેવાની પ્રવૃતિ વધી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા હવે આ ઝુંપડપટ્ટી હટાવવાનું શરૂ કરાયું છે આજે શહેરના સે-રરમાં દસથી વધુ ઝુંપડા દુર કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં અન્ય સેકટરોમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.  

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન ઉપર ઉભા થયેલાં ઝુંપડપટ્ટીના દબાણો હટાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે વિવિધ સેક્ટરોમાં ઝુંપડપટ્ટીના દબાણો વધી ગયા છે. ત્યારે સ્થાનિક દ્વારા પણ આ મામલે કોર્પોરેશન કચેરીને દબાણ હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

(5:37 pm IST)