Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડોદરામાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર બે ખેપિયાને પોલીસે ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરમાં રીક્ષા મારફતે દારૂની ખેપ મારતા બે ખેપિયા અને પોલીસે ઝડપી પાડી વિદેશી શરાબની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે.

નાગરવાડા વિસ્તારમાં કારેલીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ.એસ.જી. હોસ્પિટલની સામે સ્મશાન તરફ જતા રસ્તા ઉપરથી પોલીસે રિક્ષાને આંતરી ચેકિંગ કરતા રિક્ષામાંથી રૂ.28 હજારની કિંમતની વિદેશી દારૂની 70 બોટલો મળી આવી હતી.

પોલીસે રિક્ષામાંથી (1) હર્ષદ ચંદુભાઈ પરમાર રહે.રામદેવ નગર,આજવા રોડ અને (2) દિનેશ નથુભાઈ હીરે રહે. ચામુંડા નગર.સયાજી પાર્કની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની ખેપ કેટલા સમયથી મારતા હતા તેમજ શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા. તેની તપાસ માટે બંને ખેપિયાઓને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(5:35 pm IST)