Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સુરતના ડભોલી રોડ પર દિવાળી વેકેશનમાં બંધ કારખાનાનો લાભ લઇ તસ્કરોએ 1.70 લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

સુરત:ડભોલી રોડ સ્થિત ગોવિંદજી હોલ નજીક મધુવન સોસાયટીમાં રહેતો વિવેક ઘનશ્યામ કળથિયા (મૂળ રહે. બોટાદ) વેડ રોડ પંડોળના ગોવિંદ ઇન્ડસ્ટ્રીયલ ફટાકડાવાડીમાં જરી કસબ બનાવવાનું કારખાનું ધરાવે છે. તા.૨૫ ઓકટોબરના રોજ વિવેક કારખાનાનું બંધ કરી દિવાળી હોવાથી પરિવાર સાથે વતન બોટાદ ગયો હતો.  દરમિયાનમાં તા.2 નવેમ્બરના રોજ પડોશી કારખાનેદાર ભરત જાસોલિયાએ ફોન પર જાણ કરી કે શટર બંધ છે, પરંતુ શટરનું તાળુ નથી. જેથી વિવેક તુરંત જ વતનથી સુરત આવી ગયો હતો અને કારખાનમાં ચેક કરતા તેમાંથી જરી કસબના પચાસ કાર્ટુન કિંમત રૃા.1.50 લાખ અને પોલીસ્ટર યાર્નના પાંચ બોક્ષ કિંમત રૃ.20 હજાર મળી કુલ રૃ.1.70 લાખની મત્તા ચોરી થઇ ગઇ હતી. ઘટના અંગે વિવેકે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)