Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અમદાવાદના ગોમતીપુરમાં મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી રોકડ તફડાવનાર ગેંગને લોકોએ રંગે હાથે ઝડપી પાડી

અમદાવાદ: ગોમતીપુર સ્થિત ઉષા ટોકીઝ નજીક ફોજદારની ચાલીમાં રહેતો અબ્દુલગની અબદુલ્લા અંસારી (ઉ.વ.34) રવિવારના રોજ બનેવી મહમદ ઇરફાન સાથે અમદાવાદથી સુરત બસમાં આવ્યા હતા અને સ્ટેશનથી ઓટો રીક્ષામાં ભાઠેના રહેતા મામાની દિકરીના લગ્નમાં જવા નીકળ્યા હતા. ત્યારે રીક્ષા ચાલકની સાંઠગાંઠમાં મુસાફરના સ્વાંગમાં સવાર અન્ય બે ગઠિયાઓએ ચાલાકી પૂર્વક અબ્દુલગનીના પર્સમાંથી રોકડા રૃ.20 હજાર અને બનેવી મહમદ ઇરફાનના ખિસ્સામાંથી રોકડા રૃા.1500 તફડાવી લીધા હતા. ત્યાર બાદ રીંગરોડ કિન્નરી સિનેમા પાસે રીક્ષા પહોંચતા વેંત ચાલકે મારે કામ આવી ગયું છે એટલે તમે અહીં ઉતરી જાઓ અને ભાડું આપવાની જરૃર નથી એમ કહેતા સાળા-બનેવીને શંકા ગઇ હતી અને બંન્નેએ પોતાના ખિસ્સા ચેક કર્યા હતા. જે પૈકી અબ્દુલગનીના પર્સમાંથી રૃ.20 હજાર ગાયબ થઇ ગયા હતા અને બનેવી મહમદ ઇરફાનના રૃ.1500 રીક્ષામાંથી મળી આવ્યા હતા. જેથી સાળા-બનેવીએ રીક્ષા ચાલક અને તેના સાથીદાર પાસે પૈસાની માંગણી કરતા ત્રણેય જણાએ અમે કોઇ ચોર નથી એમ કહી ઝઘડો કર્યો હતો અને ફોન કરી અન્ય બે યુવાનને બોલાવ્યા હતા. બીજી તરફ અબ્દુલગનીએ પણ તેના પિતાને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી સલાબતપુરા પોલીસ આવી પહોંચતા સાબીર ઉર્ફે બિન્નોરી શકીલ શાહ, મોહસીન ઉર્ફે ભાઇસાબ મજીદ શેખ, સમીર અનવર સૈયદ અને મુબીન ઉર્ફે ખોદુ ઇકબાલ શાહ (ચારેય રહે. ભેસ્તાન આવાસ, ડીંડોલી) ની ધરપકડ કરી હતી. જયારે પાંચમો સાથી ભાગી ગયો હતો.

(5:34 pm IST)