Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડોદરાના વાસણામાં મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરો 28લાખની ચોરી કરી રિક્ષામાં પરત ફરતા તપાસ હાથ ધરાઈ

વડોદરા: શહેરના વાસણારોડની મોબાઇલ શોપમાં ત્રાટકેલા ચોરોના સગડ મેળવવા માટે આજે પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ કરી હતી.

રાણેશ્વર ચાર રસ્તા પાસે શિવાલય-૨માં આવેલી મોબાઇલ શોપમાં ગઇકાલે પરોઢયે ૫.૩૦ થી ૬.૩૦ના ગાળામાં શટરનું તાળું તોડી ત્રાટકેલા ચોરો ચાદરની આડ કરીને મોબાઇલ,એસેસરિઝ અને રોકડા મળી કુલ રૃા.૨૮.૨૮ લાખની મત્તા સમેટી ગયા હતા. છ ચોરો સાડા પાંચેક વાગ્યાના અરસામાં ડીમાર્ટ તરફથી પગપાળા આવતા દેખાયા છે અને કામ પતાવી ત્રણ ત્રણની સંખ્યામાં બે રિક્ષામાં પરત વાસણા તરફ જતા નજરે પડયા છે.શોપ પાસે પણ ચોરો અખબાર વાંચતા હોવાનો તેમજ મોબાઇલ પર વાત કરતા હોવાનો ડોળ કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(5:33 pm IST)