Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડોદરાથી કારમાં અમદાવાદ આવી અન્ય કારના કાચ તોડી માલ સામાનની ચોરી કરનાર ગેંગના બે સભ્યોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરથી કારમાં અમદાવાદ આવીને કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી ગિલોલ ગેંગના બે શખ્સોની વસ્ત્રાપુર પોલીસ્ ધરપકડ કરી છે. આરોપીઓ ગિલોલ વડે કારનો કાચ તોડીને અંદરથી રોકડ રકમ અને કિંમતી  સામાનની ચોરી કરતા હતા. તેમણે આ મોડસ ઓપરેન્ડી અજમાવીને વસ્ત્રાપુર અને સોલામાં આઠ ગુના આચરીને લાખોની રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની પાસેથી પોલીસે ૧ લાખ રોકડા, કાર અને મોબાઈલ કબજે કર્યા હતા.

શહેરના વસ્ત્રાપુર અને સોલામાં પાર્ક કરેલી કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાનની ચોરીના બનાવો વધી ગયા હતા. જેને આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે ગિલોલ ગેંગના શખ્સો કારમાં એસ.જી.હાઈવે પર કારમાં આવવાના છે.જેને આધારે પોલીસ જાળ બિછીવાને નિર્મલ ઉર્ફે મંગળ પી.આહીર (૪૧) અને મહોમ્મદ યાકુબ ઉર્ફે કાજબ એ.શોખ (૫૦)ની ધરપકડ કરી હતી. વડોદરાના આ બન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૃ.૧,૦૦,૭૫૦ રોકડા, કાર, બે મોબાઈલ, નાના મોટા પર્સ, બે ગિલોલ કબજે કરી હતી.

(5:32 pm IST)
  • એક્સ્ટ્રીમ સિવિયર કેટેગરીમાંથી હવે સિવિયર કેટેગરીમાં ફેરવાયેલ મહા વાવઝોડુ વળાંક લઈને ગુજરાત તરફ પાછું ફંટાયું : છઠ્ઠી નવેમ્બરે મોડીરાત્રે અથવા સાતમી નવેમ્બરે વહેલી સવારે દીવ અને સોમનાથ આસપાસથી 70 થી 80 કિલોમીટરની ઝડપે પસાર થશે : તે ઝડપભેર નબળું પડી રહયું છે access_time 8:39 pm IST

  • ૩૭૦ કલમ હટાવવાનો વિરોધ કરનાર લેબર પાર્ટીને સબક શીખવવા ભાજપની હાકલ : યુ.કે. માં ૧૨ ડિસેમ્બરે સંસદની ચૂંટણી : યુ.કે.માં ૧૨ ડિસેમ્બરના રોજ લોકસભા ચૂંટણી : રસાકસીભરી ૪૮ બેઠકો ઉપર કોન્ઝર્વેટીવ પાર્ટીને જીતાડવા ભાજપ સમર્થકોને ફ્રેન્ડઝ ઓફ બીજેપી નો અનુરોધ : કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવાનો વિરોધ કરનાર લેબર પાર્ટીને સબક શીખવવાનો હેતુ access_time 3:52 pm IST

  • સુપ્રીમકોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં પ્રવર્તી રહેલ એર ઇમર્જન્સી 1975ની કટોકટી કરતા પણ ભયંકર છે access_time 10:45 pm IST