Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

આણંદ જિલ્લામાં 'મહા' વાવાઝોડાના પગલે ૧પ ગામોને એલર્ટ કરાયા

જિલ્લાના તમામ અધિકારીઓને કાર્યાલય નહીં છોડવા આદેશ

આણંદ તા. પઃ 'મહા' ચક્રવાતને લઇને આણંદ જિલ્લાના ખંભાતને અખાત દરિયા કિનારે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લા કલેકટર દ્વારા ખંભાતના અખાતના દરિયા કિનારે ૧પ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લાના તમામ અધિકારીઓને કાર્યાલય નહિં છોડવાનો આદેશ જાહેર કર્યો છે. માછીમારોને સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

ભારે પવનની આશંકાએ આણંદ શહેર અને જિલ્લાઓમાં મોટા બેનરો-હોર્ડીંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 'મહા' વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતમાં થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. તેથી ખંભાત પંથકના તમામ સમુદ્રી ગામોને ભારે પવન સાથે વરસાદની જાણકારી આપવામાં આવી છે.

જિલ્લા કલેકટર દિલીપકુમાર રાણા અને અધિકારીઓ દ્વારા ગામના લોકોને એલર્ટ કરી સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવા તેમજ જમવાની વ્યવસ્થાની તૈયારી કરી છે.

(4:26 pm IST)