Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કટરથી શાકભાજી જેમ લાશના ટૂકડા, ધડ છે પણ માથુ નથીઃ કે.ટી.કામરીયા

અસલાલી નજીકથી ક્રુરતાભરી હત્યા કરી લાશના મળેલા બે પોટલાનું રહસ્ય ઉકેલવા પોલીસ ઉંધામાથે : સીસીટીવી ફુટેજોની ચકાસણી ગુમ થયેલા લોકોની માહિતી મંગાઇ : એસઓજી -ક્રાઇમ બ્રાન્ચ ટીમો જોડાઇ છે : સાણંદના તપાસનીસ ડીવાયએસપી સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા.,પઃ અમદાવાદ ગ્રામ્યના અસલાલી રીંગ રોડ પર શાકભાજીની જેમ  લાશના સુધારેલા બે પોટલા મળવાની અને લાશ પરથી માથુ અને આંગળાઓ ગુમ સાથેની ક્રુરતાભરી હત્યા સાથેની મળેલી લાશનું રહસ્ય ઉકેલવા અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરીયા ટીમ સતત પાછળ લાગી છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં  ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવેલ કે અસલાલી રીંગ રોડ નજીકથી બે પોટલા  પડેલા જોઇ ત્યાં ચાની કીટલી ચલાવતા શખ્સે નજીક જઇ તપાસ કરી તો તેમાં ક્રુરતાભરી  હત્યા કરેલી લાશના ટુકડાઓ જોવા મળતા જ તુર્ત જ અસલાલી પોલીસને જાણ કરવામાં આવેલ. માહિતી મળતાની સાથે જ ટીમ સાથે કે.ટી.કામરીયા દોડી ગયા હતા. દીવાળી તહેવારોને કારણે દુકાનો બંધ હોવાથી થોડી રાહ જોયા બાદ સીસીટીવી કવરેજ મેળવવામાં આવેલ.

તપાસનીસ ડીવાયએસપી કે.ટી. કામરીયા ટીમે આસપાસના અને અમદાવાદના પોલીસ મથકોમાં કોઇ વ્યકિત ગૂમ થયાની ફરીયાદ થઇ હોય તો તે બાબતે પણ માહિતી માંગ્યાનું જણાવેલ. તેઓએ જણાવેલ કે ખાસ પ્રકારના કટરથી લાશના ટુકડા કરી માથુ અને આંગળા આરોપીએ અન્ય જગ્યાએ નિકાલ કર્યો હોય તેવી શંકા આધારે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. એફએસએલ ટીમની મદદથી લાશની ઓળખ કરવા પ્રયાસ ચાલી રહયા છે.

પોટલામાંથી લાશના ટુકડા અને બે પગ નિકળ્યા છે. તેઓએ જણાવેલ કે ધડ છે પણ માથુ નથી. આવી ક્રુર હત્યા કોણે અને શા માટે કરી? તેનું રહસ્ય ઉકેલવા વિીવધ ટીમોની રચના કરવા સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમો પણ તપાસમાં જોડાયાનું  કે.ટી.કામરીયાએ અકિલાને જણાવ્યું હતું.

(1:06 pm IST)