Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સુરતમાં જય જલારામનો નાદ ગુંજ્યો : રઘુવંશી સમાજના એકતાના દર્શન

૨૨ રઘુવંશી લોહાણા સમાજની સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા - મહાપ્રસાદ - અન્નકૂટ - મહાપ્રસાદ : વ્રજેશ ઉનડકટ

રાજકોટ : સુરત ની ૨૨ રઘુવંશી લોહાણા સમાજની સંસ્થાઓએ સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૦ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. હજારોની સંખ્યાંમાં રઘુવંશીઓ જલારામબાપા ની શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યાર બાદ મહાઆરતી, અન્નકૂટના દર્શન અને ભોજન પ્રસાદ લીધો હતો. સંધ્યા આરતી માં શ્રી ઘોઘારી લોહાણા મહાજનના પ્રમુખ વ્રજેશ ઉનડકટના આમંત્રણને માન આપી સુરત ના મેયર શ્રી જગદીશભાઈ પટેલ, સુરત ના સાંસદ શ્રીમતી દર્શના જરદોષ, ધારાસભ્ય હર્ષ સંદ્યવી, માજી ધારાસભ્ય જનકભાઈ બગદાણા, સુરત ભાજપ મહામંત્રી કિશોરભાઈ બિંદલ, ઉપ પ્રમુખ મુકેશ દુધાગરા સહિત રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યાંમાં રઘુવંશી ઓ જોડાયા હતા. ત્યાર બાદ ભોજન પ્રસાદ અને રામ નામ કે હિરે મોતી ફેઈમ રઘુવંશી અશોક ભાયાણી એ ભારે જમાવટ કરી હતી અને રઘુવંશીઓને ડોલાવ્યા હતા.. જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિને સફળ બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણાના પ્રમુખ શ્રી ધનવાન ભાઇ કોટક અને સુરત ઘોઘારી લોહાણા સમાજ ના પ્રમુખ વ્રજેશ ઉનડકટ એ તમામ નો આભાર વ્યકત કર્યો હતો.. શ્રી ઘોઘારી લોહાણા મહાજન, કચ્છી લોહાણા મહાજન, મારવાડી લોહાણા મહાજન, સુરતી લોહાણા મહાજન, જલારામ સેવા સમાજ ટ્રસ્ટ,વીર દાદા જશરાજ સેના, રઘુવંશી યુવા સમાજ સુરત-કામરેજ, ઘોઘારી લોહાણા મહિલા મન્ડલ,સહિત ૨૨ જેટલી સંસ્થાઓએ સાથે મળીને એકતાનો પરિચય કરાવ્યો હતો. આશરે ૩૫ હજારથી વધુ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

(1:05 pm IST)