Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

શ્રી મોમ્બાસા સીમેન્ટ વાળા હસમુખભાઈ SGVP હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાતે

અમદાવાદ તા. ૫. શ્રી મોમ્બાસા સીમેન્ટ વાળા હસમુખભાઇ ભૂડિયા કે જેઓ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) માં નિર્માણ પામેલી SGVP હોલિસ્ટિક હોસ્પિટલના મુખ્ય દાતા છે. તેઓ લાભ પાંચમના દિવસે હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાતે પધાર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા સંતોએ હસમુખભાઈનું સ્વાગત કર્યું હતું. હસમુખભાઈએ પૂરતો સમય લઈને હોસ્પિટલના દરેક વિભાગોની મુલાકાત લીધી હતી અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આફ્રિકા ખાતે હસમુખભાઈ મોટા પાયા ઉપર સામાજિક તેમજ ધાર્મિક સેવા-પ્રવૃત્તિઓ ચલાવે છે.

હસમુખભાઈ તથા એમના પરિવાર દ્વારા ચાલતી શ્રી સહજાનંદ સ્પેશ્યલ સ્કુલમાં અંધ, અપંગ, રેડીયેશનને લીધે વિકાસ નહીં પામેલા, મા-બાપથી તરછોડાયેલા એક હજાર ઉપરાંત દિવ્યાંગ બાળકોની સાર-સંભાળ રાખવામાં આવે છે.

આ બાળકોને સાચવવા માટે બસો માણસોનો સ્ટાફ છે. હસમુખભાઇ ભુડીયા તથા સુરજ ભુડીયા વગેરે પરિવાર આ સ્પેશ્યલ સ્કુલને નિભાવવા માટે દર મહિને કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

આ ઉપરાંત તેઓ સહજાનંદ ફીડીંગ સેન્ટર ચલાવે છે. આ સેન્ટરમાં દર રવિવારે આસરે પચાસ હજાર બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મોમ્બાસા શહેરને નીટ એન્ડ ક્લીન રાખવામાં આ પરિવારનો ખૂબ મોટો ફાળો છે. ઉપરાંત સેંકડો ગામોમાં લાખો લીટર પાણી અને હજારો મણ અનાજ પૂરું પાડવાની સેવા આ પરિવાર કરે છે. કેન્યા ખાતે આ પરિવાર ન માત્ર કચ્છ, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે.

યુનાઈટેડ નેશન લેવલે આ પરિવારની સેવાની નોંધ લેવાયેલી છે.

કચ્છી લેવા પટેલ સમાજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને રહેવા માટે એમણે ત્રણ ત્રણ વિશાળ સોસાયટીઓ બાંધી છે. જેમાં બે બેડ રૂમ-ત્રણ બેડ રૂમની પૂર્ણ સુવિધા છે. જે સાવ નજીવા દરે રહેવાના ફ્લેટસ પૂરા પાડ્યા છે. પરિણામે આજે મોમ્બાસામાં કોઈ કચ્છી પટેલ પરિવાર પોતાના ઘર વગરનો નથી.

 

(1:04 pm IST)